આપણો રૂપિયો નબળો
નવી દિલ્હી: ચલણ એટલે પૈસા. વિશ્વના વિવિધ દેશોમાં વિવિધ ચલણનો ઉપયોગ થાય છે. દરેક ચલણની કિંમત પણ અલગ-અલગ હોય છે. કેટલીક કરન્સી એવી છે જેનું મૂલ્ય ઘણું સારું અને મજબૂત છે, જ્યારે કેટલીક કરન્સીનું મૂલ્ય ઓછું છે અને તેને મજબૂત માનવામાં આવતું નથી. ચલણની મજબૂતાઈ ઘણા પરિબળો પર આધારિત હોય છે. જેમાં આર્થિક વિકાસ, રાજકીય સ્થિરતા, વૈશ્વિક માંગ, કુદરતી સંસાધનો જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
કોઈપણ ચલણની મજબૂતાઈ આ પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. તાજેતરમાં વિશ્વની 10 સૌથી મજબૂત કરન્સીની યાદી બહાર પાડવામાં આવી છે. ફોર્બ્સ દ્વારા આ યાદી બહાર પાડવામાં આવી છે.
વિશ્વનું સૌથી મજબૂત ચલણ
ફોર્બ્સે તાજેતરમાં વિશ્વની 10 સૌથી મજબૂત કરન્સીની યાદી જાહેર કરી છે. ચાલો એક નજર કરીએ કે આ યાદીમાં કયા દેશનું ચલણ કયું સ્થાન મેળવ્યું છે.
1. કુવૈતી દિનાર
2. બહેરીની દિનાર
3. ઓમાની રિયાલ
4. જોર્ડનિયન દિનાર
5. જીબ્રાલ્ટર પાઉન્ડ
6. બ્રિટિશ પાઉન્ડ
7. કેમેન આઇલેન્ડ્સ ડોલર
8. સ્વિસ ફ્રાન્ક
9. યુરો
10. અમેરિકન ડૉલર
રૂપિયાની શું હાલત છે?
વિશ્વની 10 સૌથી મજબૂત કરન્સીમાં રૂપિયો સામેલ નથી. ટોચના 10 લિસ્ટમાં યુએસ ડોલર છેલ્લા સ્થાને છે અને રૂપિયો તેના કરતા ઘણો નબળો છે.