મોરબી : મોરબી જિલ્લા કલેકટર તંત્રમાં આજે મોટા ફેરફારો થયા છે. જિલ્લાના 19 નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થયા છે. ઉપરાંત બઢતી મેળવીને નાયબ મામલતદાર બનેલા 54 કર્મચારીઓને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા નાયબ મામલતદારોની બદલી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે. જે નાયબ મામલતદારને એક જ જગ્યાએ 4 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા તે સહિતના 19 નાયબ મામલતદારની બદલીના હુકમ કરી તેને અન્ય સ્થળે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જિલ્લાના 54 મહેસુલી તલાટી અને ક્લાર્કને મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ તમામને જિલ્લા કલેકટર દ્વારા નાયબ મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. વધુમાં જિલ્લાફેરથી મોરબી જિલ્લામાં આવેલા અન્ય 2 નાયબ મામલતદારને પણ જિલ્લા કલેકટરે પોસ્ટિંગ આપ્યું છે.
વાંકાનેરના નવા નાયબ મામલતદારની યાદી
1. એચ.એમ. પરમાર- સર્કલ ઓફિસર-1, મામલતદાર કચેરી, વાંકાનેર
2. આર.એલ. ઝાલા- સર્કલ ઓફિસર-1, મામલતદાર કચેરી, વાંકાનેર
3. સી.આર. પરમાર- નાયબ મામલતદાર (એડીએમ), મામલતદાર કચેરી, વાંકાનેર
4. એમ.પી. કુંવરીયા- નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મામલતદાર કચેરી, વાંકાનેર
5. જે.એ. માથકીયા- નાયબ મામલતદાર-1 (મેજી.) પ્રાંત કચેરી, વાંકાનેર
6. બી.એ.વાણીયા- નાયબમામલતદાર(એ.ટી.વી.ટી.) ના.કા.ઇ. (એ.ટી.વી.ટી)ની કચેરી, વાંકાનેર C/O પ્રાંત કચેરી, વાંકાનેર
7. આર.એચ.ગોસ્વામી- નાયબ મામલતદાર(દબાણ) મામલતદાર કચેરી, વાંકાનેર