મોનાલી ચેમ્બરની આજુબાજુની દુકાનોના તાળા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આઈએમપી મહિન્દ્રા ટ્રેક્ટર, સરદાર ટ્રેક્ટર, ચિરાગ પાન, કમ્બર ટ્રેડિંગ, ઉરૂઝ ગેરેજ સહિત પાંચથી છ દુકાનોના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ચોર દ્વારા દુકાનોમાંથી નાની-મોટી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી.



હાલ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વેપારીઓએ પોલીસને અરજી આપી હોવાની માહિતી મળી રહી છે. પોલીસ તંત્ર દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારી અને આ બનાવમાં તસ્કરને પકડી પાડવા માંગ ઉઠી છે.