ટ્રક પાછળ મોટર સાયકલ અથડાતા મરણ
વાંકાનેર: બાઉન્ટ્રી ટોલનાકા પાસે ટોલનાકાના વાહનોની લાંબી લાઇન હોય જેમાં ટ્રકના પાછળના ભાગે મૂળ રાજસ્થાનના રહીશે પોતાનુ મોટર સાયકલ ચાલકે અથડાવી પોતાને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ ઉદયપુર જિલ્લાના ભેરૂસિંગ પ્રતાપસિંગ સીસોદીયા (ઉ.વ.૪૪) ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ તા. ૧૩/૧૨/૨૦૨૫ ના રોજ ચોટીલા ખાતેથી તેના માસીના દિકરા અંબાવસિંહ પાસેથી હોન્ડા કંપનીનુ સ્ટનર મોટર સાયકલ રજી નંબર, GJ-03-CJ-7300 વાળુ લઇને પરત રાજકોટ ખાતે જતો હોય ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે પહોચતા પોતાના હવાલા વાળુ મોટર સાયકલ 


પુરઝડપે બેફીકરાઇથી ચલાવી આવી હાઇવે રોડ પર ટોલનાકાના વાહનોની લાઇન હોય જે લાઇનમા ઉભેલ ટ્રક કન્ટેનર રજી નંબર. GJ-10-TY-3095 વાળાના પાછળના ભાગે પોતાનુ મોટર સાયકલ અથડાવી પોતાને શરીરે માથાના ભાગે ગંભીર ઇજાઓ પંહોચાડતા ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે, પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

