આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી
વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ), પ્રતાપભાઈ કોટક (રાજકોટ) જગદીશભાઈ સેતા (મોરબી), અશ્ર્વિનભાઈ કોટક, આનંદભાઈ સેતા, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, મહેશભાઈ રાજવીર, રિસીતભાઈ કકકડ, મેહુલભાઈ નથવાણી (રાજકોટ), મુકેશભાઈ ખખ્ખર (ચોટીલા), ભાવિનભાઈ સેજપાલ (ટંકારા), રાજભાઈ સોમાણી, હર્ષિતભાઈ સોમાણી મોરબી મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






આ બેઠકમાં શ્રીરામધામ નિર્માણ માટે ઝડપથી ખાતમુહૂર્ત અને આગામી તા.30/3ના રોજ પ્રભુ શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ રામધામની પાવન ભુમી પર ધામધુમથી ઉજવવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો ઘડી કાઢવામાં આવેલ હતા.જેમાં સવારે 10 કલાકે શ્રીરામનામ વિજય મંત્રનું પુજન કરવામાં આવશે. આ પુજન વિધીમાં દસ વરઘોડીયા (કપલ) જેમાં લાભ લઈ શકશે ત્યારબાદ શ્રી હનુમાન ચાલીસાના સમુહ પાઠ તેમજ શ્રી શ્યામ ધુન મંડળના સથવારે સંગીતમય શ્રીરામધુનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુરૂદેવ પાદુકા પુજન ઉપસ્થિત દરેક ભકતજનો માટે ઉપરોકત શ્રીરામનામ વિજય મંત્રની પુજન વિધી વાંકાનેર લોહાણા સમાજ ગોર મેહુલભાઈ પાંધી દ્વારા કરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 કલાકે પ્રભુશ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે ત્યારબાદ મહાઆરતી થશે. આ પ્રસંગે ભાવિક ભકતજનો માટે ફરાળ (મહાપ્રસાદ)નું આયોજન કરાયેલ છે.
શ્રીરામ વિજય મંડની પુજામાં બેસવાની ઈચ્છા ધરાવતા ભકતજનોએ પોતાનું નામ સરનામુ મો.નંબર તા.27/3 સુધીમાં રાજકોટ ખાતે મેહુલભાઈ નથવારી 98250 72079, અશોકભાઈ મીરાણી 94298 04009 ટંકારા ભાવિનભાઈ સેજપાલ 85111 11444, કુવાડવા શનિભાઈ પાઉં 76000 00157 ચોટીલા મુકેશભાઈ ખખ્ખર 98989 43792, મોરબી જીતુભાઈ પુજારા તથા વાંકાનેર મહાજન પ્રમુખ કાકુભાઈ મોદીને પોતાનું નામ નોંધાવી દેવા જણાવાયું છે.