કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જાલીમાં પ્રેમસબંધમાં પ્રેમીએ કરી હત્યા

આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજો પ્રેમી સામેલ

વાંકાનેર તાલુકાના જાલી ગામે મળેલ લાશની હકીકત ખુલવા પામી છે. આ બનાવ હત્યાનો બન્યો છે. જાણવા મળ્યા મુજબ પાડોશમાં રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો તે મહિલાને અન્ય એક શખ્સની સાથે પણ પ્રેમસંબંધ હોય મહિલાએ તેના બીજા પ્રેમીની વચ્ચે યુવાન આડ ખીલી રૂપ બનતા તે યુવાનને વાડીના ઝુંપડામાં બોલાવીને ત્યાં ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી

જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ હાલમાં મહિલા સહિત બે સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી હોય માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા ચોથાભાઈ રૂપાભાઈ રંગપરા જાતે કોળી (૩૬)એ હાલમાં ધનજીભાઈ કાનાભાઈ માલકીયા અને અરુણાબેન મનુભાઈ ગોરીયા રહે. બંને જાલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરા (૩૦)ને છે આરોપી અરુણાબેન મનુભાઈ ગોરીયા સાથે પ્રેમસંબંધ હતો અને

અરુણાબેનને ધનજીભાઈ કાનાભાઈ માલકીયા સાથે પણ પ્રેમ સંબંધ હતો જેથી કરીને અરુણાબેન તથા ધનજીભાઈ વચ્ચે ફરિયાદીનો ભાઈ આડ ખીલી રૂપ બનતો હોય ધનજીભાઈ અને અરુણાબેનએ અગાઉથી કરેલા પ્લાન મુજબ અરુણાબેન ગોરીયાએ ફરિયાદીના ભાઈ પાંચાભાઇ રૂપાભાઈ રંગપરાને જાલી ગામની સીમમાં આવેલ ભુપતભાઈ ઉકાભાઇ માલકીયાની વાડીએ ઝૂંપડામાં બોલાવ્યો હતો અને ત્યાં તેને ગળા ટૂંકો આપીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને ત્યાં બોલાવીને તારા ભાઈએ ઝેરી ડાબા પીધી છે તેવું કહીને હત્યના બનાવને આત્મહત્યમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને

મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ફોરેનસિકમાં યુવાનની હત્યા ગળાટુંપો આપીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત બે સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી. સોલંકી ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી મુજબ મૃતકને સંતાનમાં એક દીકરો છે.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!