વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા એક વૃદ્ધાને અકસ્માતે ઇજા થતા દવાખાનામાં દાખલ થયેલ છે….
જાણવા મળ્યા મુજબ લુણસર ગામે રહેતા સોલંકી શોભાબેન નાગજીભાઈ (72) નામના વૃદ્ધા ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ દવાખાના પાસે બાઈક સ્લીપ થવાના કારણે વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે, અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી અહીં આ બનાવની જાણ કરવામાં આવેલ છે