કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસરીયા-કેરાળા: મચ્છુમાં કોઝવે કરવા રજૂઆત

ખુશી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

લુણસરીયા-કેરાળાના રસ્તે મચ્છુમાં કોઝવે બનાવો

(આરીફ દિવાન દ્વારા) મોરબી: વાંકાનેર તાલુકાના લુણસરિયાથી કેરાળા તરફનો માર્ગ, જે મચ્છુ નદીમાંથી પસાર થઈ નેશનલ હાઈવેને જોડતો માર્ગ સરકાર દ્વારા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત વિદ્યાર્થી અને ખેડૂતોને વાંકાનેર અવરજવર માટે મહત્વનો બ્રિજ બની શકે છે. લુણસરિયા સહિતના અન્ય 14 થી 15 જેટલા આશરે ગ્રામ્ય વિસ્તારોને મચ્છુ નદીમાંથી ક્રોઝવે બ્રિજથી ઝડપી મેડિકલ સારવાર પણ માટે અમદાવાદ- કચ્છ હાઇવે, રાજકોટ પહોંચવા માટે શોર્ટકટ અને સરળતા રહે તેમ છે.


હાલ વીસી ફાટક, ધમલપર ફાટક સહિત અન્ય ફાટકોથી પસાર થવાથી ટ્રાફિક અને ટાઈમનો અભાવ સતત લોકોને રહે છે; જેથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને આજના આધુનિક યુગમાં ટેકનોલોજી સમયમાં સમયસર વિકાસલક્ષી દિશામાં વણાંક આપી ખરા અર્થે વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અંતર્ગત ખુશી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.


જેમાં જણાવેલ છે કે વાંકાનેર તાલુકાના લુણસરિયાથી કેરાળા તરફના નદીના માર્ગથી એટલે કે મચ્છુ નદીમાંથી કોઝવે બ્રિજ બનાવી, જે ચોટીલા – અમદાવાદ – કચ્છ હાઇવેને જોડતો માર્ગ છે, તે કોઝવે બ્રિજ બનવાથી 15 થી 20 જેટલા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેમ છે, જેની અવારનવાર રજૂઆત સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોના સરપંચ તેમજ સંસદસભ્યોએ -ધારાસભ્યોએ ભલામણ પણ કરેલ હોય છતાં પણ આજ દિવસ સુધી લુણસરીયા થી મચ્છુ નદી પસાર થતો કેરાળા તરફનો માર્ગ પર બ્રિજ ના બનતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ ખેડૂતો વિદ્યાર્થીઓને સહિત કેરાળા લુણસરિયાના મતદાર પ્રજાજનોને અવરજવર વખતે ભારે હાલાકી મહેસુસ કરવી પડે છે, જે વિકાસલક્ષી સરકારના શાસનકાળમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ક્રિયતા કે આયોજનના અભાવે, વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખરા હાથે વિકાસ ડિજિટલ યુગમાં આયોજનના અભાવે કે આળસના ગ્રહણનું વાઇરસ આવી જતા લુણસરિયા કેરાળા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારની પ્રજા માં લાગણી માંગણી ઉઠવા પામી છે.


ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓને ગત તારીખ 3- 6- 2023 ના રોજ લેખિતમાં રજૂઆત કરી છે. જે મચ્છુ નદીનો માર્ગ અને લેખિતમાં કરેલ રજૂઆત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!