કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના લુણસરના ચમત્કારી લુણસરિયા મામાદેવ

વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોળતા પીરની રજા મળેલ નહીં

એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’
પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે લઈ જઈ શકાતી નથી. દર અષાઢી બીજે અહીં પ્રસાદીનો જમણવાર કરવામાં આવે છે

વાંકાનેર તાલુકાનું લુણસર એક ઐતિહાસિક ગામ છે. આ ગામમાં અનેક ઐતિહાસિક ધાર્મિક સ્થળો આવેલા છે. અગાઉના જમાનામાં બહારવટીયાનો ત્રાસ રહેતો. માળીયાનો વાલો નામોરી લુણસર ગામ ભાંગવા આવેલો, ત્યારે નેજો ખોડીને પીરની રજા મળે, તો જ ગામ ભાંગવાનો બહારવટીયાનો નિયમ હતો.

વાલા નામોરી નામના બહારવટીયાએ લુણસ ની સીમમાં ઓતરાદી દિશામાં પીરની સંમતિ મેળવવા નેજો જમીનમાં ખોડયો, પણ સાંકેતિક નિશાન નહીં મળતા લુણસર ગામને લૂંટ્યા વગર જતો રહેલ. લુણસરને લુટાતા બચાવવાની આ ઘટના ગામમાં બિરાજમાન કોઈ દેવી શક્તિએ રોકી હોવાનું માનવામાં આવે છે.

લુણસરથી ચિત્રાખડા જતા એકાદ કિલોમીટરને અંતરે નાની વોંકળી પાસે જમણા હાથ ઉપર લુણસરિયા મામા બિરાજમાન છે, જેના પ્રાંગણમાં લાડવા આકારના પથ્થરો છે. લોકવાયકા છે કે ગામના એક પટેલ દીકરીને ખપેડિયામાં ભરી લાડવા દેવા જઈ રહ્યા હતા, ત્યારે માનવ સ્વરૂપે મામાદેવે પટેલને પૂછ્યું ‘ખપેડિયામાં શું છે?’

પટેલ લૂંટવાના બીકે ખોટું બોલી લાડવાના બદલે પાણકા હોવાનું જણાવ્યું અને સાથે જ લાડવા પથ્થર બની ગયા.

ખૂબીની વાત એ છે કે આ વિસ્તારમાં લાડવા જેવા અને જેવડા ગોળાકાર પથ્થર મામાદેવના સ્થાનકની બાજુમાં આવેલા સાત ખેતરોમાં જ જોવા મળે છે; બાકી લુણસરની સીમમાં આ પ્રકારના પથ્થર ક્યાંય જોવા મળતા નથી.

આ પથ્થર એકદમથી ભાંગતા નથી, પણ ભાંગો તો અંદરથી પોલા હોય છે. કેટલાક પાણાને કાન પાસે રાખી ખખડાવતા આજની તારીખે અંદરથી ખખડવાનો અવાજ પણ આવે છે.

જો ભગવતી સાથે હોય અને કાળજુ કઠણ હોય તો અડધી રાત્રે આવતા-જતા વટેમાર્ગુને મામાદેવે સફેદ કપડા અને પહાડી આકારમાં દેખાડો પણ આપ્યાના દાખલા છે. નાના બાળકને ઉલટાટીઓ કે ઉધરસ થઈ હોય તો મામાદેવની પ્રસાદીની માનતા માનવામાં આવે છે અને બાળકને સારું થઈ જાય છે. પ્રાંગણમાં જ પ્રસાદી ખાઈ જવાની હોય છે, ઘરે લઈ જઈ શકાતી નથી. દર અષાઢી બીજે અહીં પ્રસાદીનો જમણવાર કરવામાં આવે છે.
માહિતી સ્ત્રોત: બળદેવભાઈ વિઠ્ઠલભાઈ વસીયાણી -લુણસર

આલેખન: નઝરૂદીન બાદી મો: 78743 40402

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!