લોક રજૂઆત સાથે મીડિયા અહેવાલની તંત્રે નોંધ લીધી
વાંકાનેર પંથકમાં મોટાભાગે રોડ રસ્તા પર ઊંડા ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામજનોને હાલાકીનો ભોગ બનવું પડે છે જે અંગે લોકોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા વાંકાનેરથી થાન તરફ જતો માર્ગ ગાબડાધારી હોવાના કારણે અકસ્માતની ઘટનાની આશંકા રહેતી હોય છે. પસાર થતી એસટી બસ, ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ભારે ભય સતાવતો હોય છે.
વાંકાનેરથી થાન તરફના અગત્યના માર્ગ અંગે વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેના અનુસંધાને લુણસરીયાના માર્ગો પર પેવર પેચિંગનું કામ શરુ થયું છે. જ્યાં ધાર્મિક સ્થળ હોવાથી મુખ્ય માર્ગ પર નબળું કામ ના થાય તે માટે લુણસરિયાના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા ઝાલાએ લેવલીંગ સાથે લુણસરિયા ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પેવર પેચિંગ કામગીરી દરમિયાન સતત હાજરી આપી હતી, જે પ્રશંસનીય છે. નોંધનીય છે કે આ ગામ હાલના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનું છે.