કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે

ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?

મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. વાંકાનેર તાલુકાના ર૦ ગામ – મોરબી તાલુકાના ૧૦ ગામને સિંચાઇનો લાભ મળે છે.

યોજના પાછળ કુલ ખર્ચ રૂપિયા ૧૫૮.૪૭ લાખ; કમાન્ડ વિસ્તાર ૨૫,૭૧૦ એકર છે. નહેરના કામ ઈ.સ. ૧૯૬૧ માં પૂર્ણ થયેલ.

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ બાવીશ વાર છલકાયો છે. આજે વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ ર૩ મી વાર છલકાયો. ઉપરવાસની આવક ચાલુ હોવાથી ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વધાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા, ધમલપર અને વાંકાનેર સહીત ૨૨ ગામો તેમજ મોરબી તાલુકાના અદેપર, લખધીરનગર, લીલાપર અને મકનસર એમ 4 ગામો મળીને કુલ ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

મચ્છુ નદી:-
મચ્છુ નદીનું મૂળ રાજકોટ જીલ્લાના જસદણ, સરધાર અને માંડવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના ડુંગરાળ પ્રદેશથી છે અને માળિયા પાસે કચ્છના નાના રણમાં સમાઇ જાય છે. નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે તથા કુલ સ્ત્રાવક્ષેત્ર આશરે ૯૦૦ ચોરસ માઇલ છે. આ નદી પર મચ્છુ-૧, મચ્છુ-ર અને મચ્છુ-૩ ડેમ બંધાયેલા છે.
મચ્છુ ડેમ:-
મચ્છુ ડેમનું સ્થળ મચ્છુ નદી ઉપર મૂળથી ૫૭ કિ.મી.ના અંતરે મોરબી જીલ્લાના જાલસીકા ગામ પાસે છે. આ જગ્યાએ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ર૮૪ ચોરસ માઇલ છે. મુખથી ડેમ સુધીની નદીની લંબાઇ: ૩૫.૪૦ લંબાઇ છે. ડેમની ઉપરવાસ અઢીયા લધુ સિંચાઇ યોજનાથી ૧૪ ચો. માઇલ વિસ્તાર આંતરક્ષેપ થયેલ છે. આ ડેમની યોજનાની વિચારણા ભુતપૂર્વ વાંકાનેર રાજ્યના વખતથી ચાલતી હતી. વાંકાનેર સ્ટેટે આ મચ્છુ ડેમનું પાણી માત્ર વાંકાનેર તાલુકાના ગામડાંઓને જ આપવાનું અને લુણસર વિસ્તારને પણ આવરી લેવાનું આયોજન કરેલ હતું. દેશ આઝાદ થતા આ આયોજનમાં પણ ફેરફાર થયેલ. યોજનાને વહીવટી મંજુરી સૌરાષ્ટ્ર રાજ્યના વખતમાં મળેલી હતી અને ડેમનું કામ ૧૯૪૯ ના વર્ષમાં શરૂ થયેલ અને દશ વરસ પછી ૧૯૫૯ના વર્ષમાં પુરૂ થયેલ. યોજનાની કુલ કિંમત રૂ.૧૫૮.૪૭ લાખ છે. ડેમના બાંધકામ વખતે કામ કરતા મજૂરો માટે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે અનાજ દળવાની ઘંટી નાખેલ હતી અને તેઓ સાયકલ પર રાજકોટથી ડેમ પર આવતા- જતા હતા.

વધુ વરસાદના કારણે તારીખ: ૧૧-૮-૧૯૭૯ ના ડેમનો પ્રવાહ સરકારી ચોપડે ત્યારે ૧૫.૧૯ ફૂટ જેટલો ઊંચેથી વહેતો હોવાનું નોંધાયું છે અને નીચાણમાં આવેલો મોરબી પાસેનો મચ્છુ-૨ ડેમ તૂટેલો, એ ગોઝારી ઘટનામાં બે હજારથી વધુ માણસોનો ભોગ લેવાયેલ હતો. તારીખ: ૧૧-૮-૧૯૭૯ ના કુલ વરસાદ ૯૯૦ એમ.એમ. (૩૯.૬ ઇંચ), પાણીનો જીવંત જથ્થો ૭૨.૭૭ મી.ઘ.મી. અને વધુમાં વધુ પાણીનો પ્રવાહ ૭૦૬૭.૦૦ કયુસેક નોંધાયો છે. (ત્યારે અમે ટોળટપાકા ના નામથી સામયિક બહાર પાડતા અને નગારે ઘા વિભાગમાં સમાચાર પ્રસિદ્ધ કરેલા).


મુખ્ય ડેમ ચણતર:-
મેશનરીનો ડેમ છે. જેની ઓગનની લંબાઈ ૧૬૦૦ ફૂટ છે, અને બન્ને બાજુ નોન ઓવર ફલો મેશનરી ડેમની લંબાઇ ૧૪૯૦ ફૂટ છે. ડેમની પાયાથી મહતમ ઉંચાઇ ૧૦૨ ફુટ છે. સ્પીલ વે (ઓગન) બ્રોડ ક્રેસ્ટેડ કલીયર ઓવર ફ્લો પ્રકારનો છે.
મુખથી ડેમ સુધીની નદીની લંબાઇ: ૩૫.૪૦ લંબાઇ
વાર્ષિક સરેરાશ વરસાદ: ૨૦ ઇંચ.
ડીઝાઇન ફલ્ડ (યોજના મુજબ): ૧૧૭૦૦૦ ક્યુસેક.

તળાવ(હોજ):-
(૧) કુલ જથ્થો: ૨૫૬૯ મી. ઘનફૂટ (૨) કામ ન લાગે તેવો જથ્થો: ૬૮ ચો. ઘનફૂટ (૩) જીવંત જથ્થો: ૨૫૦૧ મી. ઘનફૂટ (૪) બાષ્પીભવનથી ઉડી જતો જથ્થો: ૩૦૬ મી. ઘનફૂટ (૫) વાર્ષિક ઉપયોગી જથ્થો: ર૧૯૫ મી. ઘનફૂટ.
બંધ:-
(૧) પૂર્ણ તળાવની સપાટી (આર. એલ.): ૪૪૪.૦૦ ફૂટ (૨) તળાવની મહતમ સપાટી (આર. એલ.): ૪૫૧.૦૦ ફૂટ (૩) બંધનું મથાળું (આર. એલ.) ૪૫૬.૫૦ ફૂટ (૪) છલતીના મથાળાનું લેવલ (આર.એલ.) ૪૪૪.૦૦ ફૂટ (૫) તાંત્રીક મંજુરી નંબર એક્સ સૌરાષ્ટ્ર જી.આર.પી.ડબલ્યુ.ડી. નાં.૩ તા. ૫-૧-૧૯૪૯ (૬) મુખ્ય બંધનું કામ શરૂ થયાની તારીખ ૧૫-૧-૧૯૪૯ (૭) મુખ્ય બંધનું કામ પૂર્ણ થયાની તારીખ: ૧૪-૭-૧૯૫૯ છે. (૮) મહતમ પૂરની ઉંચાઇ (આલેખન મુજબ) ૭ ફુટ (૯) મહતમ પૂરનો પ્રવાહ ૧,૧૭,૦૦૦ કયુસેકસ
(૧૦) જળાશયની કુલ સંગ્રહશકિત ૨૫૬૯ મીલીયન ઘનફૂટ (૧૧) જીવંત સંગ્રહ શકિત ૨૫૦૧ મીલીયન ઘનફૂટ (૧૨) જળાશયની પૂર્ણ સપાટીએ પાણીનો વિસ્તાર ૩૦૦૦ એકર છે.

મચ્છુ નહેર:-
ડેમના જમણા કાંઠે મેશનરી ડેમમાં ૪ x ૪ સાઈઝની બે આર.સી.સી. કોન્ડ્યુટના બનેલ આઉટલેટ મુકવામાં આવેલ છે. આઉટલેટની તળિયાની સપાટી અને જળાશયની પૂર્ણ સપાટી વચ્ચે ૪૯ ફૂટ ઊંચાઈ છે. આઉટલેટનો પ્રવાહ ૩૩૨ ક્યુસેક છે. મુખ્ય નહેર શરૂઆતમાં નદીને ઓળંગી ડાબે કાંઠે કાઢવામાં આવેલ છે. નહેર મોરબી જિલ્લાના વાંકાનેર અને મોરબી તાલુકાઓમાથી પસાર થાય છે. મુખ્ય નહેરની કુલ લંબાઈ ૪૧ માઈલ છે. મુખ્ય નહેરમાંથી કુલ ૧૧ પ્રશાખાઓ કાઢેલ છે, જેની કુલ લંબાઈ ૩૭ માઈલ છે. આ યોજનાના નહેરના કામ ઈ.સ. ૧૯૬૧ માં પૂર્ણ થયેલ છે.
પેયક્ષેત્ર (કમાન્ડ વિસ્તાર) અને સિંચાઇ:-
યોજનાનો ખેડવાણ લાયક પેયક્ષેત્ર ૨૫,૭૧૦ એકર છે. જે પૈકી વાંકાનેર તાલુકાનો વિસ્તાર ૧૩,૫૮૦ એકર છે અને મોરબી તાલુકાનો વિસ્તાર ૧ર,૧૩૦ એકર છે. સિંચાઇશકિત ર૨,૦૦૦ એકર છે. આ યોજના હેઠળ વાંકાનેર તાલુકાના ર૦ ગામ – મોરબી તાલુકાના ૧૦ ગામને સિંચાઇનો લાભ મળે છે.
સ્થળ અને દિશા:-
(૧) સ્થળ: ગામ જાલસીકા પાસે મચ્છુ નદી ઉપર મોરબી જીલ્લો (ર) દિશા: અક્ષાંસ-ર૮.૧૮ રેખાંશ ૭૧.૨.૩૦ પૂ.
હાઇડ્રોલોજી:-
(૧) નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૦૦ ચો. માઇલ. (ર) ડેમનો ઉપરનો સ્ત્રાવક્ષેત્ર ૨૮૪ ચો. માઇલ (૩) સ્ત્રાવક્ષેત્રમાં વચ્ચેનું રોકાણ ૧૪ ચો. માઇલ (૪) મુક્ત સ્ત્રાવક્ષેત્ર ૨૭૦ ચો. માઇલ (પ) મુખથી દરિયા સુધીની નદીની લંબાઈ ૧૦૦ માઇલ (૬) ડૂબાણ વિસ્તાર: પૂર્ણ તળાવનો વિસ્તાર: ૩,૦૦૦ એકર (૭) ગામો છ (૧) વસુધરા (ર) રૂપાવટી (૩) ખખાણા (૪) પીપરડી (પ) સાતડા (૬) ઇશ્વરીયા નેસ.

મુખ્ય બંધના કામો:-
ચણતરનો ડેમ (૧) છલતીનો ભાગ: ૧૬૦૦ ફૂટ (ર) છલે નહીં તેવો ભાગ: ૧૪૯૦ (૩) વધુમાં વધુ ઉંડાણવાળા પાયાની ઉંચાઇ: ૧૦૨ ફૂટ
ફલ્ડનો નિકાલ (૧) છલતીની ઉપરથી છલતી: ૭ ફૂટ (ર) છલતીનો આકાર: પહોળી ટોચવાળી (૩) નંબર અને ગેઇટનું માપ: ગેઇટ વગરનો.
નિકાલ (દરવાજા): (૧) સિંચાઇનો દરવાજો: આર.સી.સી. બે નંબરનો બુગદો: માપ ૪ x ૪ (ર) નિકાલ દરવાજાના તળીયાનુ (આર.એલ.): ૩૯૫.૦૦ ફૂટ (3) ડીઝાઇન પ્રમાણે નિકાલ: ૩૩૨.૦૦ ક્યુસેક
સિંચાઈ:-  (૧) કુલ પિયત વિસ્તાર ૪૫,૦૦૦ એકર (ર) વાળી શકાય તેવો પિયત વિસ્તાર ર૫,૭૧૦ એકર (૩) સિંચાઇ ક્ષમતા ૨૨૦૦૦ એકર


નાણાકીય દેખાવો:-  (૧) કુલ ખર્ચ રૂપિયા ૧૫૮.૪૭ લાખ (ર) એકરે ખર્ચ રૂપિયા ૭૨૧.૦૦ પ્રતિ એકર
સત્તા (ઓથોરીટી):- (૧) વહીવટી મંજુરી નાં. એકસ. સૌરાષ્ટ્ર જી.આર.પી. ડબલ્યુ. ડી. નાં. ૩. તા. ૫-૧-૧૯૪૯.
સિંચાઇનો લાભ:- આ યોજનાથી ૧૯૫૮-૫૯ના વર્ષથી સિંચાઇનો લાભ મળવો શરૂ થયેલ છે અને અત્યાર સુધીમાં વધુમાં વધુ વાર્ષિક સિંચાઇ ૨૪,૧૩૨ એકર; સિંચાઇ ૧૯૭૭-૭૮ની સાલમાં થયેલ છે. (વર્ષ ૭૨/ ૭૩/૭૪ ની સાલમાં માત્ર એક સીઝનમાં જ પાણી આપવામાં આવ્યું હતું)
વર્ષ વાર મચ્છુ-૧ જળાશયમાં ભરાયેલ વધુમાં વધુ પાણીનો જથ્થાના આંકડા સાથે નિચે મુજબ છે.

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ 26 મી વાર છલકાયો

સંકલન: નઝરૂદીન બાદી

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!