વાંકાનેર: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ઘટાટોપ વાદળો છવાયા છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ
વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. જયારે મચ્છુ-1 ડેમ સાઈટ બે ઇંચથી વધારે (58 મી.મી.) વરસાદ પડયો છે
અને અત્યારે પણ ઝરમર વરસી રહ્યો છે. ડેમની સપાટી અત્યારે અઢાર ફૂટ જેટલી (17.90 ફૂટ) છે અને આવક ચાલુ છે. આજે વીજળીના
ગડગડાટ નથી અને તાલુકાભરની સાથે વાંકાનેરમાં પણ હલકો હલકો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંયથી નુકશાનીના સમાચાર નથી. વરસાદનું પ્રમાણ વધઘટ થયા રાખે છે