13450 એકર જમીન -ખેડુતોને સિંચાઈનો લાભ
વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ
ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત જમીનમાં બનાવવામાં આવશે
વાંકાનેર, ચોટીલા તાલુકામાં મચ્છુ-1, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજનાના રૂપિયા 254 કરોડની રકમ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા મંજુર કરવામાં આવી છે. મચ્છુ-1, ત્રીવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લીંક-3 માંથી નર્મદા આધારીત પાણીનો લાભ આગામી દિવસોમાં મળતો થશે.
આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી કુલ 20 જળસ્ત્રોતોને સાંકળવા માટેના કામને સિંચાઈ વિભાગ તરફથી રૂા.254 કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે. આ યોજનાના કુલ 20 જળસ્ત્રોત પૈકી 11 જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજનામાં મચ્છુ-1 થી ત્રિવેણીઠાંગા જળાશયને જોડવા માટે વાંકાનેર તાલુકાના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના 17તળાવો/સિમતળાવ/ચેકડેમને ભરવા માટે નર્મદાના દશ લાખ ઘન ફુટ પાણીના જથ્થાને મંજુર કરવામાં આવ્યો છે.
તૈયાર થનાર ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં મોરબીના વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે આવેલ હયાત લીંક 3 પેકેજ 4 અને પેકેજ-6 ના પંપ્પીંગ સ્ટેશનની હયાત જમીનમાં બનવવામાં આવશે જેનો એક પંપનો ડીસ્ચાર્જ અંદાજે 42483 હજાર લીટર/મિનિટ તથા પંમ્પીંગ હેડ 123 મીટર છે, બીજા પમ્પીંગ સ્ટેશન વાંકાનેરના ભલગામ ગામના સરકારી ખરાબામાં બનાવવામાં આવશે.
આ યોજના હેઠળ વાંકાનેર તાલુકાના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા અને ચોટીલા તાલુકાના ચાણપા, ભીમીગઢ, મોલડી, જીંજુડા, કાળાસર ખેરડી, લાખચોકીયા, કુંઢડા, રેશમીયા, પાંચવડા, ત્રંબોડા, રાજપરા, ચીરોડા, કાબરણ, ત્રિવેણીઠાંગા, ગુંદા, ફુલઝર, સાલખડા નાની સિંચાઈ યોજનાનો લાભછેવાડાના પછાત ગામોના ખાતેદાર ખેડુતોને આગામી સમયમાં મળશે.
કુલ 78850 મીટરની લંબાઈમાં પાઈપલાઈન નાખવામાં આવશે જેનાથી 13445 એકર જમીન અને 1700 જેટલા ખેડુતોને સિંચાઈ યોજનાના પાણીની સુવિધા સુદ્રઢ થશે આ યોજના પરિપુર્ણ કરવામાં રૂા.254 કરોડનો ખર્ચ થશે…
