વાંકાનેર: ગઈ કાલે સિંધાવદર ખાતે આવેલ મદની સ્કૂલના પ્રાંગણમાં 75માં રાષ્ટ્રધ્વજની ઉજવણી કરીને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પરાસરા સૌરાનાબેન હુસેનભાઈ હસ્તક ધ્વજવંદન કરવામાં આવેલ હતું.
ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો સિંધાવદર જમાતખાને ઉજવવામાં આવેલ, જેમાં પીરામીડ, સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, સ્કૂલ સ્પેશિયલ થાળી રાસ, એકપાત્રીય અભિનય, નાટિકા, વક્તવ્યો, ડાન્સ, ટીટીડા, વન મીનીટ રમત, ફેશન શો, સંગીત ખુરશી વગેરે જેવા કાર્યકમો શાળાના બાળકોએ સુંદર રીતે રજુ કરેલા હતા. જેમા ગામ તથા જમાતના આગેવાનો અને વાલીશ્રીઓએ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનવ્યો હતો.
આ તકે એસએસસી બોર્ડમાં તથા સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ, દ્વિત્ય, તૃતિય નંબર અને શાળામાં એલકેજીથી ઘો-અગિયારના શાળાની વાર્ષીક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવેલ બાળકોને શાળા તરફથી શિલ્ડનુ વિતરણ કરવામાં આવેલ હતુ અને શાળામાં ભણી ગયેલા ભુતપુર્વ વિદ્યાર્થીઓ કે જેઓ ગવર્મેન્ટ સર્વિસમાં તેમજ પોલીસ, શિક્ષક, વકીલ વગેરેનુ શાળા તરફથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. પર્વ નિમીતે શાળાના પ્રિન્સિપાલ ઇરફાન સાહેબે પ્રસંગ અનુરૂપ પ્રવચન આપેલ હતું. તેમણે તેમના પ્રવચનમાં આજના આધુનીક અને વૈજ્ઞાનિક યુગમાં બાળકોને ખુબ જ શિક્ષણ આપવા પર વિશેષ ભાર મુક્યો હતો.