કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

બે દિવસના મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી

મહાશિવરાત્રી પર્વે મોરબીના પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાય છે જે મેળાનો શુભારંભ થઇ ગયો છે મેળામાં રાઇડ્સને મંજુરી આપવામાં આવી છે સાથે જ ભાવ બાંધણું કરવામાં આવ્યું છે

મોરબી પ્રાંત અધિકારી દ્વારા તાલુકા પોલીસ મથકના પીઆઈને પત્રથી જણાવ્યું છે કે અરજદાર રમેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ દ્વારા જાંબુડિયા ગામે રફાળેશ્વર મંદિર પાસે પેટાપરામાં જાંબુડિયા ગામના સરકારી ખરાબા વાળી જમીનમાં લોકમેળા માટે એમ્યુઝમેંન્ટ રાઇડ્સના ઈંસ્ટોલેશન અને ઓપરેશન માટે તા. ૧૩ ફેબ્રુઆરીના હુકમથી મંજુરી આપવામાં આવી છે જે હુકમમાં જણાવેલ શરતોની વિગતે આયોજક દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી રજુ થયેલી નિયમોનુસાર પરવાનગી આપવા તેમજ ટ્રાફિક નિયમન માટે યોગ્ય પગલા લેવા જણાવ્યું છે તેમજ હુકમની શરતો અન્વયે અમલવારી થાય છે કે કેમ તેની સ્થળ તપાસ કરી પૂર્તતા જણાયે સ્થળ પર આયોજકને સુચના આપી ક્ષતિઓની પૂર્તતા કરવા જણાવ્યું છે તેમજ રાઇડ્સ સંચાલન અંગે કોઈ ખાસ ધ્યાન આકર્ષક બાબત કે બેદરકારી જણાય તો તાકીદે ધ્યાન હેઠળ મુકવી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તેના પગલે લેવા જણાવ્યું છે

મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી આપવામાં આવી છે જેમાં મોરબી એમ્યુઝમેન્ટ રાઇડ્સ અને ગેમિંગ ઝોન એક્ટીવીટીઝ સેફટી રૂલ્સ ૨૦૨૪ તા. ૨૩-૦૭-૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે ફાયર સેફટી, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણી, વોશરૂમ જેવી સુવિધાઓ રાખવાની રહેશે તેમજ ટીકીટ દર ૧૮ વર્ષથી ઓછી ઉમરના માટે મહત્તમ રૂ ૩૦ અને ૧૮ વર્ષથી મોટી ઉમરના માટે રૂ ૪૦ રાખવાનો રહેશે મેળામાં આવતા નાગરિકોને પાર્કિંગ માટે ટૂ વ્હીલના મહત્તમ રૂ ૧૦ અને ફોર વ્હીલ્સના મહત્તમ રૂ ૨૦ રાખવાના રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!