અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે

તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરાતા હોવાનો આક્ષેપ


હાલમાં ઇલ્લમુદીન હબીબભાઇ બાદીએ તલાટી કમ મંત્રી એઝાઝ કારીની બેનામી સંપતિની તપાસ કરવા માટેની માંગ સાથે કલેક્ટરને જે રજૂઆત કરેલ છે, તેમાં જુદાજુદા સ્થળો ઉપર આવેલ તેની સંપતિ વિષેની માહિતી તેમજ બૅન્કના જુદાજુદા ખાતા તેમજ લોકરની તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. તેમજ તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે, તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરે છે; જેથી કરીને હથિયારનું લાયસન્સ રદ કરીને હથિયાર જમા લેવામાં આવે, તેવી પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. જો કે, અધિકારી દ્વારા તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે.