કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિકાના યુવકનો પોલીસતંત્ર પર આક્ષેપ

યુવકની ઉપવાસ આંદોલનની ચીમકી

વાંકાનેરના મહિકા ગામના અનુ.જાતિના યુવકને તેના જ ગામનો એક વ્યક્તિ ત્રાસ આપતો હોય, અને આ મામલે પોલીસ તંત્ર સહયોગ કરતું ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટરને અરજી આપી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિજયભાઈ શિવાભાઈ ચાવડાએ મોરબી જિલ્લા કલેકટરને કરેલી પોતાની રજુઆતમાં જણાવ્યું હતું તેમના ગામના એક વ્યક્તિ દ્વારા તેને વારંવાર હેરાન અને પરેશાન કરે છે અને એક વાર હુમલો પણ કરેલ છે. જેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ કરેલ છે.

તેમજ આ મામલે યુવકને પોલીસ પ્રોટેક્શન પણ મળેલ છે. પરંતુ પોલીસ પ્રોટેક્શનમાં રહેલા જવાનો સામે વાળાને માહિતી આપતા હોવાની અને પોલીસ તંત્ર ફરિયાદ કરવા છતાં સામેવાળા સામે કડક કાર્યવાહી ન કરતી હોવાનો અને યોગ્ય સહયોગ ન આપતો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવાને મોરબી કલેકટર કચેરી ખાતે આગામી તારીખ 15 ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી આપી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!