ખેડૂતો માટે રાહતના સમાચાર
અરજી કરવામાં બેરુ ખેડશો નહીં: ઉતાવળ રાખશો
કાં તો તમારી જમીન બીજાના નામે થઇ જશે કાં તો ઓછી થઇ જશે
ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રી-સર્વે પ્રમોલગેશન સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના અનેક ખાતેદારોએ અગાઉ થયેલા જમીન રી-સર્વેમાં ક્ષતિઓ હોવાની વ્યાપક ફરિયાદો કરી હતી અને આ ભૂલો સુધારવા માટે મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે ક્ષતિ સુધારણા અરજી કરવાની અંતિમ તારીખમાં વધારો કર્યો છે.

હવે ખાતેદારો પોતાની જમીન સંબંધિત માપણી કે અન્ય ક્ષતિઓ સુધારવા માટે 31 ડિસેમ્બર 2026 સુધી અરજી કરી શકશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ખેડૂતો અને જમીન માલિકોને મોટી રાહત મળી છે.
રી-સર્વે ક્ષતિ સુધારણા

મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ સમયમર્યાદા ટૂંકી હોવાને કારણે ઘણા ખાતેદારો અરજી કરવામાંથી વંચિત રહી ગયા હતા અથવા તેમની પ્રક્રિયા અધૂરી હતી. નવી સમયમર્યાદા મળવાથી હવે વહીવટી તંત્રને પણ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાની પૂરતી તક મળશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન રેકોર્ડને વધુ સચોટ બનાવવાનો અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો છે. ખાતેદારો હવે નિયત નમૂનામાં ઓનલાઇન કે ઓફલાઇન માધ્યમથી પોતાની વાંધા અરજીઓ રજૂ કરી શકશે.
