વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક અને રાતાવિરડા ગામે એક સિરામિક યુનિટમાં રહી મજૂરી કામ કરતા એક યુવાનને મારામારીમાં ઇજા થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ નજીક ગ્રેસટોન સિરામિક નામના યુનિટમાં રહી મજૂરી કામ કરતા બાલુભાઈ દેવશીભાઈ વર્મા (૨૦) નામના યુવાનને સરતાનપર નજીક આવેલ બાબા રામદેવ હોટલ પાસે અજાણ્યા ઈશમે ધોકા વડે માર મારતા સારવાર માટે મોરબીની સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો…
મારામારીનો બીજો બનાવ રાતાવિરડા ગામે ટોરીનો સિરામિક નામના યુનિટ પાસે બન્યો હતો. જેમાં અશોક કૈલાશભાઈ વર્મા નામના ૨૮ વર્ષના યુવાનને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં યુનિટ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો…