ત્રણ ઈજાગ્રસ્ત રાજકોટ રીફર કર્યા
એક સંપ કરી પ્રાણધાતક હથીયારથી હુમલાના સત્તર આરોપી
કપાસના પાકમાં ભેલાણ કરવાની ના પડતા બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના રાણેકપર ગામની વાડીમાં કુલ સત્તર માલધારીઓએ ગુનાહીત અપપ્રવેશ કરી તેના માલઢોર કપાસના પાકમા ચરાવી ભેલાણ કરી બોલાચાલી કરી બાદ એક સંપ કરી પ્રાણ ધાતક હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદોને ભુડા બોલી ગાળો આપી ધારીયા તેમજ લોખડના પાઇપ વતી તેમજ લાકડી ધોકા વતી માર મારી સાહેદોને માથાના ભાગે ગંભીર ઈજા કરી તેમજ શરીરે મુઢ ઇજા કરી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ થઇ છે, ઈજાગ્રસ્ત ત્રણ જણાને રાજકોટ દવાખાનામાં રીફર કરેલ છે…
જાણવા મળ્યા મુજબ રાણેકપરના અલ્તાફભાઈ હુશેનભાઈ માથકીયા (ઉ.વ.૪૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૦૫/૧૧/૨૦૨૫ ના રોજ સવારના હું તથા મારો ભત્રીજો મોહસીનભાઈ મેહબુબભાઈ માથકીયા રાણેકપર ગામની સીમમાં બોડીયાર નામની વાડીએ હતા ત્યારે અમારા ગામના છગનભાઈ હીરાભાઈ ગીંગોરા તથા તેનો દીકરો માલઢોર લઇ અમારી વાડીમાં કપાસના પાકમાં ચરાવવા માટે આવેલ અમે માલઢોર લઇ વાડીમા નય આવવા માટે જણાવેલ જેથી આ બાબતે બોલાચાલી થયેલ, આ બન્ને જણા તેના માલઢોર લઇ ત્યાંથી જતા રહેલ હતા બાદ બપોરના છગનભાઈ ભાઈ મંગાભાઇ હીરાભાઇએ ફોનમાં કહેલ કે ‘તેં મારા ભાઈ તથા મારા ભત્રીજા સાથે કેમ માથાકુટ કરેલ છે? હવે અમે લોકો આવી છી તને જોઇ લઇશ” તેમ ધમકી આપેલ અને બાદ સાંજના ચાર સાડા ચાર વાગ્યાના અરસામાં સીમમાં પીપરાવાડીએ
હું અને મારો ભત્રીજો મોહસીન અમારા સંબંધી નશરૂલા યાકુબભાઇ બાદી, આહમદભાઈ હબીબભાઈ કડીવાર, નવાજભાઈ અશરફભાઈ માથકીયા તથા જુબેરભાઇ આહમદભાઇ કડીવાર વાડીએ હાજર હતા અને કામ કરતા હતા તે દરમ્યાન અમારા ગામના કુલ સત્તર આરોપીઓ ભેગા થઈ ધારીયા પાઇપ ધોકા લઇ અમારી વાડીએ આવેલ અને અમોને જેમ ફાવે તેમ ગાળો આપી અમો છએ જણાને આ લોકો પાઇપ ધોકા ધારીયા વડે માર મારવા લાગેલ જેમાં મારા ભત્રીજા મોહશીનને ગોપાલ સધાભાઇ ગીગોરાએ ધારીયાનો ધા માથાના ભાગે મારેલ તેમજ નસરૂલાને છેલા સીધાભાઇ ગીગોરાએ પાઇપનો ધા માથાના ભાગે મારેલ જેથી બન્ને જણાને ઈજા થતા તેઓ નીચે પડી ગયેલ તથા 
આહમદભાઇ હબીબભાઇને મંગાભાઈ હીરાભાઈ ગીગોરાએ લાકડી મારેલ તથા જુબેરભાઈને વિષ્ણુભાઈ મોનાભાઈ મુંધવાએ લાકડી મારેલ અને નવાજને છગનભાઈ હીરાભાઈ ગીગોરાએ પાઈપ મારેલ અને મને પણ આ લોકોએ લાકડી મારવા લાગેલ હતા અને ત્યાં દેકારો થતા આજુબાજુના વાડીના માણસો અમોને છોડાવવા આવી ગયેલ અને આ લોકોએ ધમકી મારેલ કે ‘તમોને જાનથી મારી નાખવા છે.’ ત્યાંથી ભાગી ગયેલ અમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ ત્યાં ડોક્ટરશ્રીએ જણાવેલ કે મોહસીનભાઈને માથાના ભાગે તેમ જ આહમદભાઇને પાંસડીના ભાગે તથા નશરૂલાને માથાના ભાગે ઇજા થયેલ હોય રાજકોટ રીફર કરેલ
હું, ઇંદ્રીશભાઈ હુશેનભાઈ બાદી, માથકીયા હાજીભાઈ વલીભાઈ તથા માથકીયા ઇશમાઇલ હસનભાઇ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવવા માટે આવેલ છીએ આરોપીઓના નામ નીચે મુજબ છે
(1) છગનભાઈ હીરાભાઇ ગીંગોરા
(2) છગનનો દીકરો
(3) ગોપાલભાઈ સીધાભાઈ ગીંગોરા
(4) છેલાભાઈ સીધાભાઇ ગીંગોરા
(5) મંગાભાઈ હીરાભાઈ ગીંગોરા
(6) વિષ્ણુભાઇ મોનાભાઈ મુંધવા
(7) વીરમ જેમાભાઈ મુંધવા
(8) ભુપતભાઈ ગેલાભાઇ મુંધવા
(9) નારૂભાઈ સામતભાઇ મુંધવા
(10) સંજયભાઈ ભગાભાઈ મુંધવા
(11) મયાભાઈ રૈયાભાઈ ડાભી
(12) ભાવેશભાઈ ગેલાભાઈ મુંધવા
(13) રવીભાઈ ગેલાભાઈ મુંધવા
(14) પ્રવીણભાઇ છેલાભાઇ મુંધવા
(15) વિહાભાઈ પુનાભાઈ મુંધવા
(16) નવધણભાઈ પુનાભાઈ મુંધવા
(17) મોનાભાઈ ભુવાનો ભાણેજ
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩૨૦૨૩ની-કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૨-૩),૩૨૯(૩), ૧૮૯(૨), ૧૯ ૧(૨), ૧૯૧(૩), ૧૯૦ તથા જી,પી, એક્ટ-કલમ-૧૩૫ તથા ગુજરાત પંચાયત અધીનીયમ ૧૯૯૩ કલમ ૧૮૩(૧) મુજબ અને મહે. જીલ્લા મેજી. સા, મોરબીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવાનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….
