પાણીની મોટર ચાલુ કરવા જતા બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા મામદભાઈ અલ્લારખાભાઈ સમા (ઉંમર વર્ષ 45) નું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું…
પરિવારજનોએ જણાવ્યું કે મામદભાઈ ખેતી કામ કરે છે, તેઓ ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા. દરમિયાન તેમને વીજ શોક લાગતા જમીન પર પટકાયા હતા. નીચે પડ્યા ત્યારે તેમને માથામાં પગથિયું અથડાયું હતું. તેમને તત્કાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મૃત્યુ નીપજ્યું હતું મહમદભાઈ ખેતી કામ કરતા તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે તેઓ પાંચ ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરના હતા બનાવથી પરિવારમાં શોક છવાયો છે…