ડ્રાઇવર મામલતદાર- વાંકાનેરના
રોડની કામગીરી પર ઉઠ્યા સવાલ
અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે અધૂરું કામ કેમ પૂરું કરાવી શકતા નથી?
ટંકારા: અહીંથી વાંકાનેરને જોડતા ટોળ રોડ પર અકસ્માતની ઘટના બની છે. ટોળ અને કોઠારીયા ગામ વચ્ચે આવેલી તેરમી કેનાલ પાસે એક કાર પલટી ખાઈને નાલામાં પડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને મોટું નુકસાન થયું છે.

જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં પલટી મારેલી કાર વાંકાનેર મામલતદારના ડ્રાઇવર ઇલિયાસભાઈની હોવાનું જાણવા મળ્યું છે. લોકોના જણાવ્યા મુજબ, નવા બનેલા આ રોડનું કામ જિલ્લા પંચાયત હસ્તક થયું છે, પરંતુ નાલા અને રોડની સાઈડનું કામ અધૂરું અથવા નબળું હોવાથી વાહનચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. જ્યાં 

અનેક વખતે અકસ્માત સર્જાય છે તેમજ અનેક ફરિયાદો કરવા છતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે અધૂરું કામ કેમ પૂરું કરાવી શકતા નથી, તેવો સવાલ અહીંના પ્રજાજનો અને વાહનચાલકો કરી રહ્યા છે. ત્યારે હાલ લોકો ભય હેઠળ અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. તેથી આ સમસ્યાનું યોગ્ય સમાધાન લાવવા માંગ ઉઠી છે….