કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

માટેલ રોડ પર છરીઓ ઉડી

રાતીદેવરીના ઉસ્માનભાઈની તબિયત લથડી

વાંકાનેર: રાજકોટના મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેર નવાપરાના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો.

મુસાફરોને નિશાન બનાવતી ગેંગના સૂત્રધાર અરવિંદ કુવરીયાને ઝડપી બી. ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસીયા દ્વારા પેરોલ જમ્પ અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી.

જે સૂચના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે જી તેરૈયાની ટીમ સતત પ્રયત્નશીલ હતી તે દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે મળેલી હકીકતના આધારે બી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપી અરવિંદ રાજુભાઈ કુંવરીયા(ઉવ 35 રહે. વિશ્વકર્મા સોસાયટી પાસે ઝૂંપડપટ્ટીમાં, ગોંડલ ચોકડી)ને દબોચી લેવાયો હતો.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ વાંકાનેરના વૃદ્ધ દંપતિને મોરબી રોડ પર જકાતનાકા પાસેથી રીક્ષામાં બેસાડી રૂ.84 હજારની રોકડ નજર ચૂકવી સેરવી લેનાર રીક્ષા ગેંગના સૂત્રધાર તરીકે અરવિંદ કુવરિયાનું નામ ખુલ્યું હતું. જેના આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

માટેલ રોડ પર છરીઓ ઉડી
વાંકાનેર હાઇવે ઉપરના માટેલ રોડ ઉપર આવેલ સિમાન્ટો સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા રામકિશન રાય (ઉ.૩૫) અને બંટી રાય (ઉ.૩૦) નામના બે યુવાનો ઉપર અજાણ્યા ઇસમ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, એમને ઇજા થતા બંનેને સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા હતા.

રાતીદેવરીના ઉસ્માનભાઈની તબિયત લથડી
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા ઉસ્માનભાઈ વલીભાઈ માણસીયા નામના ૮૨ વર્ષના વૃદ્ધની તેઓના ઘરે તબિયત લથડી જતા ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!