કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં ચોરાઉ બાઈક-મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ

આરોપી વિશાલ હાઇવે પર રહે છે: બાતમીના આધારે એસઓજી પોલીસની કાર્યવાહી

વાંકાનેરના સરતાનપર-માટેલ નજીકથી ચોરાઉ બાઈક અને 9 મોબાઈલ સાથે એક ઈસમને ઝડપીને એસ.ઓ.જી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી. પોલીસના જુવાનસિંહ બી. રાણા,આશીફભાઇ આર. રાઉમા, કમલેશભાઇ કે, ખાંભલીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરના ચોરાઉ હીરો સ્પેન્ડર મોટર સાયકલ પર એક ઈસમ સરતાનપર રોડ તરફથી માટેલ તરફ જશે. તેણે બ્લુ કલરનું ટીશર્ટ તથા કાળા કલરનું નાઇટી પેન્ટ પહેરેલ છે. 

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

જેને પગલે પોલીસે ઘટના સ્થળે વોચ ગોઠવી હતી. અને બાતમી અનુસાર ઈસમ ચોરાઉ બાઈક પર નીકળતા પોલિસે તેને અટકાવીને તેની પુછપરછ કરી હતી. જ્યાં તેણે પોતાનું નામ વિશાલ ભીમજીભાઇ આત્રેસા હોવાનું અને  મોરબી વાંકાનેર હાઇવે ઇટાલીકા કોમ્પલેક્ષમાં બંધ પડેલી દુકાનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ બાઈક અંગે ગોળ ગોળ જવાબ આપતા પોલીસે પોકેટકોપથી સર્ચ કરતા રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતનું આ મોટર સાયકલ ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું. 

જેથી પોલીસે તેની આકરી પૂછતાછ કરતા આરોપી વિશાલે વટાણા વેરી નાખ્યા હતા અને તેની પાસે ચોરીની બાઈક અને રૂપિયા  ૨૭,૦૦૦ની કિંમતના ૦૯ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી એસ.ઓ.જી. પોલીસે બન્ને મળી કુલ રૂપિયા ૫૨,૦૦૦નો મુદામાલ જપ્ત કરીને વાંકાનેર તાલુકા પોલીસ ખાતે જમા કરાવી આરોપી વિશાલ વિરુદ્ધ ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી. પોલીસના એમ.પી.પંડ્યા તથારણજીતભાઇ બાવડા, તથા રસીકકુમાર કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા  મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ સંઘાર તથા અંકુરભાઇ ચર્ચાયુ તથા અશ્વિનભાઇ લોખિલ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!