રાજકોટ સરકારી દવાખાને સારવાર લીધી
વાંકાનેર: તાલુકાના અમરસર ગામના એક શખ્સે ગાળો દેવાની ના પાડતા સામાવાળાએ લાકડાના ધોકાનો ઘા મારતા રાજકોટ સરકારી હોસ્પીટલમાં દાખલ થયેલ હતા. ફરિયાદીને ડાબા હાથે ખંભાથી કોણીની વચ્ચે ફેક્ચર જેવી ઇજા થયેલ છે…




જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામના વિનોદભાઇ જીવાભાઈ ધંધુકીયા (ઉ.વ.૩૯) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈકાલ તા.૦૮/૦૬/૨૦૨૫ ના સાંજના હું મારા કામ પરથી ઘરે પરત આવેલ અને ઘરે આવીને મારા પત્નિએ મને વાત કરેલ કે આપણી બાજુની શેરીમાં રહેતો મુકેશભાઈ વેરશીભાઇ સિતાપરા શેરીમાં દેકારો કરતો હતો અને ગાળો બોલતો હતો, તેથી 




મેં તેને ના પાડેલ. બાદ મારી પત્નિએ એક બરણીમાં શાક ભરી દઈને મને મારા ભાઇના ઘરે દેવા જવાનુ કહેતા હું તે બરણી લઈને બજારમા ચાલ્યો જતો હતો ત્યારે આ મુકેશભાઈ ત્યાં હતો જેથી મેં તેને કહેલ કે ‘તું શેરીમાં કેમ દેકારો કરતો હતો અને પાઇપ લઈને રખડતો હતો?’ તેમ






કહેતા મુકેશભાઇ મને ગાળો દેવા લાગેલ, મેં તેને ગાળો દેવાની ના પાડતા પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઈ આવેલ અને મને શરીરે ધોકાનો ઘા મારતા મને ડાબા હાથે લાગેલ જેથી હું દેકારો કરવા લાગતા લોકો ભેગા થઈ જતા તેને મને વધુ માર મારતા બચાવેલ અને આ મુકેશ ત્યાંથી જતો રહેલ અને 








મને ડાબા હાથે લાગેલ હોય જેથી ૧૦૮ માં બેસીને વાંકાનેર સરકારી હોસ્પીટલ ગયેલ, વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા સરકારી હોસ્પીટલ ગયેલ જ્યાં ફરજ પરના ડોકટરે ડાબા હાથે ખંભાથી કોણીની વચ્ચે ફેક્ચર જેવી ઇજા થયેલનુ જણાવી ત્યાં દાખલ કરેલ. પોલીસ ખાતાએ મુકેશભાઇ વેરશીભાઇ સિતાપરા વિરૂધ્ધ ધોરણસર ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
