વાંકાનેર: રીક્ષાના કાચને હાથ અડી જતા તૂટી જવા બાબતે અમરસરના ત્રણ જણા સામે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ અમરસરના કડીયાકામ કરતા જીતેષભાઇ શામજીભાઈ ચાવડા જાતે અનુજાતિ (ઉ.વ.૩૨) એ ફરીયાદ લખાવેલ છે કે ગઈ તા.૨૬/૦૧/૨૦૨૫ ના રાત્રીના દશેક વાગ્યે પોતે ઘરેથી રોડ ઉપર ચાલીને નવાપરા ગામ તરફ જતો હતો ત્યારે નવાપરા ગામના નાલા પાસે નવાપરાથી સાગરભાઈ બચુભાઇ ગમારા રહે. અમરસર વાળો સી.એન.જી. રીક્ષા લઇ આવતો હતો ત્યારે રીક્ષાને મારો હાથ અડી જતા રીક્ષાનો આગળનો કાચ ટુટી ગયેલ જેનો ખર્ચો જે થાઇ તે હુ સવારે આપી દઈશ અને પછી પાણીની કેનાલ પાસે નાલુ છે ત્યા જતા અમારા ગામના દશરથભાઇ મૈસુરભાઈ ગમારા તથા રમેશભાઈ પરબતભાઈ ગમારા તથા કમલેશભાઇ ગાંડુભાઈ ગમારા આવી ગયેલ અને મને કહેલ કે તે અમારા ભરવાડની રીક્ષાનો કાચ કેમ તોડી નાખ્યો? તેમ કહેતા મે આ લોકોને કહેલ કે રીક્ષાવાળા આ સાગર ગમારા સાથે
રીક્ષાનો કાચ ટુટવા બાબતે મે તેને ખર્ચો આપી દેવાની વાત કરેલ છે અને અમારા બન્ને વચ્ચે વાત પતી ગયેલ છે પછી આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ મારી જ્ઞાતિ વિશે જાહેરમા અપશબ્દો બોલી અપમાનીત કરી મને ઢીકાપાટુનો આડેધડ માર મારવા લાગેલ જેમા કમલેશ ગમારા ભરવાડએ મને નાક ઉપર એક મુક્કો (ઢીકો) મારતા નાકમાથી લોહી નીકળવા લાગેલ અને રમેશ ગમારા અને દશરથ ગમારા જેઓ મને પાડી દઈ આડેધડ ઢીકાપાટુનો મુંઢ મારતા હોય હુ દેકારો કરતા ગૌતમભાઈ દિનેશભાઈ રીબડીયા તથા ખોડાભાઈ હરજીવનભાઈ ચાવડા ત્યા આવી જતા મને વધુ મારથી બચાવેલ અને આ ત્રણેય જણાએ કહેલ કે તને ખુબ હવા ભરાઇ ગઈ છે તુ હવે પછી અમારી જપટે ચડતો નહિ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પછી મારા કાકાના દિકરા ખોડાભાઇ ચાવડાની રીક્ષામા ગૌતમભાઈ રીબડીયા સાથે વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવારમા ગયેલ અને વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરેલ. પોલીસ ખાતાએ ત્રણેય સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…