સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો
ટંકારા: હડમતિયાથી સજનપર જતા રસ્તે પાલનપીરની દરગાહ પાસે કાંતિભાઈ જેઠાભાઈ સોલંકી (ઉ.વ. ૬૨) વાળો એક્ટિવા મોટર

સાયકલમાં આગળના ભાગે પગ પાસે દેશી દારૂ ભરેલ કોથળીઓ નંગ-૭૦ સાથે પકડાયો છે. એક્ટિવા મોટરસાયકલ જેના રજી.નંબર GJ-03-HJ-2567 વાળુ કિ.રૂ.૩૦,૦૦૦/-ગણી કુલ મુદામાલ રૂ ૩૦,૨૮૦/- કબ્જે કરેલ છે.

સરાયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ પકડાયો
સરાયા ચોકડી પાસે જગદીશભાઇ રાજકોટીયા રહે. નેસડા (સુ) તા.ટંકારા વાળા ની વાડીની ઓરડીમાં રહેતો મજુર કલમસિંહ નગરસિંહ

આદીવાસી કેનાલ રોડે રેસા તરીકે ઓળખાતી સીમમાં રહેતા શખ્સ પાસેથી બોટલો નંગ-80 કિંમત રૂપિયા 8000 કબ્જે કરેલ છે..

વાછકપર ગામે બેભાન થયેલા મહિલાનું સારવારમાં મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના વાછકપર ગામે ગત તા.23 જુનના રોજ વહેલી સવારે પોતાના ઘેર બેભાન બની ગયેલા કંચનબેન અશોકભાઈ અગ્રાવત ઉ.46 નામના પરિણીતાને સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
