કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઢુવા માટેલ રોડ પર કારનો સ્ટંટ કરતો પકડાયો

વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેરમાં કારનો સ્ટંટ કરી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર કાર ચલાવતા એક શખ્સ સામે પોલીસ કાર્યવાહી થયેલ છે, વધુમાં ડ્રાઇવર નશો કરેલ હાલતમાં હોવાનું ખુલ્યું છે..

જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી ખાતે માટેલ ગામ તરફથી કાર મારૂતી કંપનીની સ્વીટ ડીજાયર રજી નંબર GJ-01-RL-1254 ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેર રસ્તા ઉપર પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી જાહેર રોડ પર માણસોની અવર જવર હોય ત્યા

બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે કારનો સ્ટંટ કરતો જોવામા આવતા મયુરસિંહ ઉર્ફે નાગરાજ સ/ઓફ હરેશભાઈ અસવાર (ઉ.વ.૨૬) રહે. જુના ઢુવા તા. વાંકાનેર વાળા સામે ગુન્હો નોંધાયો છે અને કાર કિ રૂ. ૧૦૦૦૦૦/- વાળીને ગણી બી.એન.એસ કલમ ૨૮૧, ૧૨૫ તથા MVACT કલમ ૧૭૭, ૧૮૪ ,૩, ૧૮૧ મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ છે…

કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ એ.એસ.આઈ. ચમનભાઈ ડાયાભાઈ ચાવડા તથા પો.કોન્સ. અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!