માટેલનો શખ્સ પી ને બાઈક ચલાવતા પકડાયો
વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે સીએનજી રીક્ષા પીધેલ હાલતમાં અને માટેલ ગામનો શખ્સ કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હોન્ડા સ્પેલન્ડર ચલાવી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો નોંધ્યો છે…
જાણવા મળ્યા મુજબ મોરબીના મહમદઅજીમ ઉર્ફે અજીમ રહીમભાઇ બ્લોચ કૈફી પ્રવાહી પી પોતાના હવાલા વાળી બજાજ કંપનીની સી.એન.જી. રીક્ષા રજી નં. જી.જે.-૦૩-બી.યુ.-૭૩૬૬ વાળી ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જીનપરા જકાતનાકા પાસે સર્પ આકારે ચલાવી મળી આવતા રીક્ષાની કી.રૂ. ૭૦,૦૦૦/- ગણી પોલીસ ખાતાએ કબજે કરી ગુન્હો એમ,વી,એકટ કલમ ૧૮૫, ૩, ૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧) બી મુજબ નોંધાયો છે….
બીજા બનાવમાં માટેલ ગામના જયદેવભાઈ જુગાભાઈ વિંજવાડીયા માટેલ રોડ પર રિચ સીરામીક પાસે કેફીપીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હોન્ડાસ્પેલન્ડર મો.સા. રજીનંબGJ 36 D 2984 કી.રૂ.૧૫,૦૦૦/-વાળુ જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૧૮૧(૩)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી, મુજબ નોંધાયો છે…
