કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવારો ઉડી

વડસર પાસે બાઈક પર દેશી દારૂની હેરાફેરી પકડાઈ

દિગ્વિજયનગરના અને કુંભારપરાના શખ્સો સામે ગુન્હો

વાંકાનેર: વડસર બોર્ડ પાસે દિગ્વિજયનગરના અને કુંભારપરાના શખ્સો હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલમાં દેશી દારૂની કોથળીઓ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો દાખલ કરેલ છે….

જાણવા મળ્યા મુજબ વડસર બોર્ડ પાસે દિગ્વિજયનગર ગંજીવાડાના મનોહરસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા અને કુંભારપરા વાડી વિસ્તાર રામાપીરના મંદિર પાસે રહેતા જીવરાજ નરશીભાઈ તાવીયા પોતાનાં કબ્જા ભોગવટા વાળા હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલ

રજી, નં, GJ-36-J-9624 કિ.રૂ.૨૫,૦૦૦/- વાળામાં બન્ને વચ્ચે ખોળામાં દેશીદારૂ ભરેલ નાની કોથળી નંગ-૨૫ કી.રૂ.૧૦૦૦/- નો વેંચાણ અર્થે રાખી હેરાફેરી કરી એક બીજાને મદદગારી કરી નીકળતા કુલ કિ.રૂ.૨૬,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવી ગુન્હો

પ્રોહીબીશન એકટની કલમ ૬૫(એ)(એ), ૮૧,૯૮(૨) મુજબ દાખલ થયો છે કાર્યવાહી અક્ષયરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર આ.પો.કોન્સ. વાંકાનેર તાલુકા પો.સ્ટે. મારફત કરવામાં આવી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!