કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રકોની ટેન્કમાંથી ડીઝલ ચોરી કરતા માથકમાંથી પકડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરેલો જથ્થો હળવદ તાલુકાના માથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મળી આવ્યો હતો…જાણવા મળ્યા મુજબ મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં પાર્ક કરેલા ટ્રકોની ડીઝલ ટેન્કમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત બની ચૂકી છે અને તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જે તે સમયે વાઇરલ થતા હોય છે દરમિયાન વનરાજસિંહ માવુભા અને દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના માથક પાસે રેડ કરી હતી ત્યારે ઇકો ગાડી નં જીજે ૭ ડીડી ૯૪૫૯ તથા આઇ-૨૦ નં જીજે ૨૩ એ એન ૪૪૮૧ કારમાંથી જુદા જુદા ૧૨ કેરબામાં ૪૦૦ લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે બે કાર તથા ડીઝલ મળીને ૫.૩૬ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાં પાંચ શખ્સોને પકડયા હતા અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ડીઝલનો જથ્થો તેમણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર અને મોરબી તાલુકાના લખધીરપુર રોડ અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલા ટ્રકોમાંથી રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી…હળવદ તાલુકા પોલીસ દ્વારા વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર, પ્રદીપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર અને અંકિતકુમાર ઉર્ફે મથુર નસ્વતસિંહ ચાવડા રહે બધા કોટ લોડોરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા તેમજ ફુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે. માથક તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!