કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગાંજા સાથે પકડાયેલ શખ્સને જામીન મળ્યા

પાન – બીડીની કેબીન ધરાવતો શખ્સ બીજી વખત પકડાયેલ

મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો, જેમાં આરોપીના વકીલે કરેલી દલીલોના અંતે કોર્ટ દ્વારા આરોપીને હાલ જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ સમગ્ર કેસ બાબતે મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ પી. ઓઝાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વાંકાનેરના સીટી પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮ (સી) ૨૦ (૨)(એ) મુજબ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપી તરીકે નુરમહંમદ હાજી મકવાણાને ૨૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પાન બીડીની દુકાનેથી પકડવામાં આવ્યો હતો. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એડીપીએસનો ગુનો નોંધાયો હતો.

અગાઉ પણ આ શખ્સ ગાંજા સાથે પકડાયો હતો અને ત્યારબાદ આરોપી બીજી વખત ગાંજા સાથે પકડવામાં આવ્યો હતો અને તેના સામે ગુનો દાખલ થયા બાદ મોરબીની સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો.

જેમાં આરોપી તરફેથી જામીન ઉપર મુક્ત થવા માટે આરોપીએ તેના વકીલ મારફતે રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરી હતી અને આરોપીના વકીલની દલીલો અને હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને મોરબીની સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશી દ્વારા આરોપી નૂરમહંમદ હાજી મકવાણા રહે. વાંકાનેર વાળાને રૂપિયા ૧૦૦૦૦ ના રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!