નવાપરામા રૂ.૧૮૫૦/નો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર: નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ ખાતાએ એક શખ્સની ધરપકડ કરેલ છે.
જાણવા મળ્યા મુજબ નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે ભાવેશભાઈ સોલંકી રહે. વાંકાનેર નવજીવન સોસાયટી મીલપ્લોટ વાળો પૈસાની હારજીતનો જુગાર રમાડવા ચીઠીમા ‘મીલન ઓપન નાઈ’ વર્લી ફીચરના લખેલ આંકડા સાથે અને રોકડા રૂ.૧૮૫૦/ના મુદ્દામાલ સાથે જુ.ધા.કલમ ૧૨(એ) મુજબ અટક કરી છે.
આ કામગીરી પોલીસખાતાના કૃષ્ણરાજસિંહ પૃથ્વીસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા તથા દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.