કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

પોલીસ વાહનને નુકશાન પહોચાડી શખ્સ ભાગ્યો

વઘાસીયા ટોલનાકે દારૂ લઈ જતી ગાડીને પોલીસ સ્ટાફે રોકવા જતા બનેલો બનાવ

વાંકાનેર: વઘાસીયા ટોલનાકે દારૂ લઈ જતી ગાડીને પોલીસ સ્ટાફે રોકવા જતા ચાલક ટોલનાકાના બેરીકેટ અને પોલીસના ખાનગી વાહન તેમજ બાઇકને નુકશાન પહોચાડી નાસી ગયાનો બનાવ બનેલ છે…

જાણવા મળ્યા મુજબ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે એક સફેદ કલરની કિયા કંપનીની ફોર વ્હિલ ગાડી ચોટીલા તરફથી દારૂ ભરી વાંકાનેરથી પસાર થનાર છે, આથી પોલીસ સ્ટાફ વઘાસીયા ટોલનાકા ખાતે ગાડીની વોચ તપાસમાં હતા દરમ્યાન વાંકાનેર તરફથી

ગાડી GJ-36-R-1935 વાળી વઘાસીયા ટોલનાકા પાસે ટોલનાકા લેન નં-૦૫ ઉપર આવતા કોર્ડન કરી રોકવા જતા ચાલકે ગાડી પુરઝડપે ચલાવી બેરીકેટ અને પોલીસ ખાનગી વાહનને નુકશાન પહોંચાડી નાસી ગયેલ છે ગુન્હો બી.એન.એસ.કલમ- ૨૮૧, ૩૨૪(૪) તથા

એમ.વી.એકટ ક-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ નોંધાયેલ છે. કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, આર્મ પો.હેડ કોન્સ.વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, કોન્સ.દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ તથા રાણીંગભાઈ નાજભાઇ ખવડ દ્વારા કરવામાં આવી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!