લાકડધાર ગામ નજીકનો બનાવ
વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામ નજીક ટ્રક હડફેટે ઘવાયેલ 40 વર્ષીય બાઈક લઈને વાળ કપાવવા માટે જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યાં આસપાસ કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી.

મળેલ માહિતી મુજબ, રફાળેશ્વર નજીક કંપનીમાં રહેતા ધીરેનભાઈ ચુન્નુલાલ તીવારી (ઉંમર વર્ષ 40) ગઈ તા.16/12/2025 ના રોજ બાઈક લઈને વાળ કપાવવા માટે જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યાં આસપાસ લાકડધાર ગામ નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી.

તેને પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જે બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ગત રાત્રે 2:00 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ. માટે ખસેડ્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.

ધીરેનભાઈ મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા અહીં કારખાનામાં મજૂરી કરતા હતા. તેમને સંતાન 1 પુત્ર છે. પોતે 3 ભાઈ 3 બહેનમાં નાના હતા. પુત્રએ પિતાની છત્ર છાંયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો…
