કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સરતાનપર નજીક વોકળામાં ડૂબી જતા પુરુષનું મોત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશબંધી

વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં પાણીના વોકળામાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે મામલે પોલીસે તપાસ ચલાવી છે…પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ સરતાનપર ગામની સીમમાં એમ્બીટો સિરામિક કારખાના પાસે આવેલ પાણીના વોકળામાં ડૂબી જતા અજાણ્યા આશરે ૩૫ થી ૪૦ વર્ષના પુરુષનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસને જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે…ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન પ્રવેશબંધી
વાંકાનેર ફાયરીંગ બટ ખાતે DY. COMMANDANT/CASO, CISF Unit Airport Rajkot ને વર્ષ-2024 ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તારીખ 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે…

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરસર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં 7 અને 8 સપ્ટેમ્બર દરમિયાન જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!