છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત
ટંકારા: તાલુકાના હરિપર ગામના ૪૨ વર્ષના ખેડુત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા બાદ બહાર ન નીકળી શક્યા હતા.
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી હરેશભાઈ કેશુભાઈ ઉ વ ૪ર ખેતી કરતા હોય ગત તારીખ ૫ ફેબ્રુઆરી ના કુવામાં પિયત માટે નાખેલ ઈલેકટ્રીક મોટર ઓછું પાણી કાઢતી હોય કચરો આવી ગયાના અનુમાન સાથે સાફ કરવા કુવામાં ઉતર્યા બાદ કોઈ કારણોસર બહાર ન નીકળી શકતા કુવામાં ડુબી જવાથી મોત થયું હતું બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરી છે.
છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત
જાણવા મળ્યા મુજબ મૂળ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ હરણવાળી પોળ નવી મોહલ્ત ખાતેના રહેવાસી મોહમ્દજુનેદ નુરમોહમ્મદ શેખ (37) નામનો યુવાન ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40) રહે. હરણવાળી પોળ નવી મોહલ્ત કાળુપુર અમદાવાદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે…