લુણસરીયાનો શખ્સ કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચલાવતો’તો
વાંકાનેર: ઢુવા ચોકડી નજીક રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનના તાળા ફંફોળતો એક શખ્સ મળી આવ્યો હતો, બીજા બનાવમાં લુણસરીયાનો શખ્સ રેલવે ફાટક પાસે કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચલાવતા મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો નોંધ્યો છે….


જાણવા મળ્યા મુજબ હાલ માટેલ ખાતે રહેતા મુળ રહે, દાહોદ વાળા વિક્રમભાઈ ફોરતીનભાઈ ડામોર (ઉ.31) રાત્રીના અંધારામાં લપાતો છુપાતો ઢુવા ચોકડી નજીક પુજા કટલેરી સ્ટોર નામની દુકાનની પાસે તથા આજુબાજુમાં આવેલ બંધ દુકાનના તાળા ફંફોળતો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કર વાના ઇરાદે મળી આવતા ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધાયો છે…
લુણસરીયાનો શખ્સ કેફી પ્રવાહી પી ને મોટર સાયકલ ચલાવતો’તો
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે રહેતો માવજીભાઈ ગગજીભાઇ ગોરીયા (ઉ.35) એ પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજી નંબર – GJ-03-CK-6532 વાળુ જેની કી.રૂ.૨૦,૦૦૦/- વાળુ લુણસરીયા ફાટક પાસે જાહેર રોડ ઉપર લાયસન્સ વગર તથા કેફી પ્રવાહી પીવાના પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩,૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…
