‘હું તારા વગર નહીં રહી શકું’ કહી શરીર સબંધ બાંધ્યા
રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી ઉપર વાંકાનેરના કણકોટ ગામે રહેતા પ્રેમીએ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે..

મળેલ માહિતી મુજબ રાજકોટ પંથકમાં રહેલી સગીરા તા.૧૫ નાં ઘરેથી દાદીને બહેનપણી પાસે બેસવા જાઉ છું કહી નિકળ્યા બાદ મોડે સુધી ઘરે ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાદમાં રાત્રીના ત્રણ વાગ્યે ઘરે આવતા તેની માતાએ પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, કણકોટ ગામે રહેતા જયેશ સોરાણી સાથે આઠેક મહીનાથી પરિચયમાં છું. રાત્રે પ્રસંગમાં આવ્યો હતો અને એક વાડીમાં લઈ જઈ 

હું તને બહું પ્રેમ કરૂ છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું તારા વગર નહીં રહી શકું બાદમાં ના પાડવા છતાં શરીર સબંધ બાંધ્યા હતાં અને ગામના પાદરમાં મુકીને ચાલ્યો ગયો હતો. સગીરાએ વિગતો જણાવતા પરિવારના પગ નિચેથી ધરતી સરકી ગઈ હતી. અને કુવાડવા પોલીસે સગીરાની માતાની ફરીયાદના આધારે આરોપી સામે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે…
