ભીમગુડાનો યુવાન પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવતા પકડાયો
વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ચાર મોબાઇલ સાથે મુળ ગામ-કોટડા નાયાણી સહિત બે ઈસમોને ઝડપી પાડયા છે. બીજા બનાવમાં ભીમગુડાનો યુવાન કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો દાખલ થયો છે…


જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે મોબાઈલ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમો ભુપતભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૨) રહે-જેતપર ગામની સીમમાં જેતપર-મોરબી રોડ ભાગ્યલક્ષ્મી હોટલ પાછળ તા.જી.મોરબી મુળ ગામ-સાપરકડા તા.હળવદ તથા વિકાસભાઇ અનિલભાઈ લોરીયા (ઉ.વ.૨૧) રહે-વિશીપરા મોરબી -૦૨ મુળ ગામ-કોટડા નાયાણી તા.વાંકાનેરવાળાને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કરેલ છે.


બીજો ગુન્હો ભીમગુડાના વિપુલભાઈ ટીસાભાઈ ચારલા (ઉ.25) ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ ટીવીએસ કંપનીનું જ્યુપીટર મોટર સાયકલ જેના ચેસીસ નંબર MD626AK41S3H47827 કિ. રૂ. ૨૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫,૧૮૧(૧)તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ દાખલ થયો છે…