ભાટિયા સોસાયટીના યુવાને ફિનાઇલ પી લીધો
વીડી જાંબુડીયાની બાળકી ઈજાગ્રસ્ત
વાંકાનેર: તાલુકાના કોઠારીયા (જડેશ્વર)ના રહેવાસી શખ્સને મારામારીમાં ઈજા થતા સારવારમાં છે, ભાટિયા સોસાયટીના યુવાને ફિનાઇલ પી લેતા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને વીડી જાંબુડીયાની બાળકીને બાઇક સ્લીપ થતાં ઇજા થઇ હતી….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર)ના રહેવાસી મહિપતસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.46) ને મારામારીમાં ઈજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બાબતે વધુ વિગત હાલ મળેલ નથી.
ભાટિયા સોસાયટીના યુવાને ફિનાઇલ પી લીધો
બીજા બનાવમાં વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો રવિ રમેશભાઈ કશ્યપ (ઉ.24) નામનો યુવાન કોઠી ગામ નજીક હતો ત્યારે તેને ફિનાઇલ પી લીધું હતું, જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા…
વીડી જાંબુડીયાની બાળકી ઈજાગ્રસ્ત
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે રહેતા કાળુભાઈ કાંજીયાની ચાર વર્ષની દીકરી બંસીને બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા…
