વાંકાનેરના ગારીડા નજીક વિદેશી દારૂની બે બોટલ સાથે એક ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગારીડા ગામ નજીક આવેલ હોટલ તીરથ પાસેથી મહિકાના એક શખ્સ ઝડપાયો હતો.
મળતી માહિતી મુજબ આરોપી લાલજીભાઈ મોહનભાઇ બાવરિયા રહે.મહિકા વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધો હતો.
દરોડા દરમિયાન આરોપી ભીખુભાઇ તકમરીયા નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.