કુલ કિ.રૂ. ૪,૯૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામમા રામાપીરના મંદીર પાસેથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા બીયરના ટીનનો જથ્થો ભરેલી હેરાફેરી કરતી કારને કારચાલક સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે પકડી પાડયો છે…



જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ સંયુકત બાતમીના આધારે વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમા રામપીરના મંદીર પાસે રોડ પરથી આરોપી અશોકભાઈ હિરાભાઈ ડાભી રહે. નવા ઢુવા વાળાને વિદેશી દારૂની બોટલ નંગ-૭૦ કિં રૂ.૯૧,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૦, કિં રૂ.૧૮૦૦/-સાથે ફોરવીહલ કાર મારૂતી સુઝુકી કંપનીની બ્રેજા કાર રજીસ્ટર નંબર GJ-03- AB-8595 વાળીમા વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા કુલ કિ.રૂ. ૪,૯૨,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ગભરૂભાઈ માત્રાભાઈ ધાંધલ રહે.ધોળીયા તા.થાન જી.સુરેંદ્રનગર વાળા હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે…
