ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી
વાંકાનેર: રાતાવીરડા ગામની સીમમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે અને ટ્રાફિક નિયમના ભંગ સબબ 14 જણા સામે તથા નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા એક યુવાન સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે….
જાણવા મળ્યા મુજબ સંજયભાઈ લાભુભાઈ જાદવ (ઉ.21) મુળ રહે, ચાંદલીયા તા, થાન જી.સુરેન્દ્રનગર, હાલ રાતાવીરડા, તા. વાંકાનેર વાળા રાતાવીરડા ગામની સીમમાં આવેલ કલર ટાઇલ સીરામીક પાસે 
જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા વર્લી સાહીત્ય આંકડા લખેલ કાગળ તથા રોકડા રૂ.૪૨૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨૧૨અ મુજબ દાખલ થયો છે…
ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી:
(1) વાંકાનેર જીનપરા મામાદેવના મંદિર પાસે રહેતા કિરીટ ખોળુભાઈ સોલંકી (2) રાજાવડલાના મેહુલ સેલાભાઇ ગમારા (3) જાલીના કિસન સામજીભાઈ ઇન્દ્રપા (4) વાંકાનેર મિલ પ્લોટના જુસબ રસુલભાઈ મોવર (5) વાંકાનેર ભરવાડપરાના કાનાભાઇ રત્નાભાઇ ગમારા (6) રાજાવડલાના કરણા લાખાભાઇ ગમારા (7) તીથવાના અજય માયાભાઇ ફાંગલીયા (8) પાજના નવઘણ ભીમાભાઇ ઝાપડા (9) રંગપરના નરેશ ખીમાભાઇ ગાંગીયા (10) કાનપરના રાજુ જગદીશભાઈ કૂણપરા (11) વાંકાનેર નવાપરાના કિશન બાબુભાઇ ધોળકિયા (12) ભાયાતી જાંબુડિયાના મનુ વીરાભાઇ સાગઠીયા (13) લાકડધારના સાગર મનસુખભાઇ ગોરીયા અને (14) વાંકાનેર પચ્ચીસ વારિયામાં રહેતા જીગ્નેશ બિપીનભાઈ વઢવાણા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ કાર્યવાહી થઇ છે જયારે વાંકાનેર નવાપરા વિધાતા પોટરી પાસે રહેતા રમેશ લાભુભાઈ કુડેચા નશો કરેલી હાલતમાં હીરો ડિલક્સ લઇ હસનપર સર્વિસ રોડ નાલા પાસે નીકળતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે….
