જામનગર: શહેરમા દિજામ સર્કલ, અંધાશ્રમ પુલ નીચેથી આરોપી મહેબુબભાઈ અલાઉદીન રહે. કોઠારીયા સોલવન્ટ, બરકતનગર, શેરી નંબર-૧૩, સુંદરમ સ્કુલની બાજુમાં રાજકોટ મુળ- તીથવા ગામ તા.વાકાનેર વાળાના કબ્જાની ઇકો કારમાંથી ચોરાઉ અલગ અલગ કંપનીની બેટરી નંગ-૧૦ કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ. ૧,૫૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૦૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જામનગરના બે ગુન્હાની તપાસ માટે સીટી સી ડીવી. પો.સ્ટે. તરફ મોકલી આપેલ છે…

જાણવા મળ્યા મુજબ આરોપીઓ આઠેક મહિના પહેલા રાજકોટ શહેરમા સહકાર મેઇન રોડ ઉપર પાર્ક કરેલ એક ટ્રકમાંથી બેટરીની યોરી કરેલ છે. છ મહિના પહેલા રાજકોટ શહેરમા ગોડલ રીંગ રોડ ઉપર પાર્ક કરેલ એક ટેઇલરમાંથી બેટરીની ચોરી કરેલ છે. સાતેક મહિના પહેલા રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર મીતાણા ચોકડી પાસે પુલ નીચે પાર્ક કરેલ ટ્રેકટરમાંથી બેટરી ચોરી કરેલ છે…
મજકુર આરોપી મોડી રાત્રીના સમયે પોતાની ઇકો કાર લઇ અલગ અલગ વિસ્તારમાં ફરતો અને રોડ ઉપર કોઇ જગ્યાએ ટ્રાવેલ્સ, ટ્રક, ટેઇલર કે ટ્રેકટર જેવા વાહનો પાર્ક કરેલ હોય તે વાહનોમાંથી બેટરીઓ કાઢી ચોરી કરવાની ટેવ ધરાવે છે…
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગરીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા એ.કે.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા. હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, નારણભાઇ વસરા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ તૈયડ, રાકેશભાઈ ચૌહાણ, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
બાળક સારવારમાં
ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે શૈલેષભાઈની વાડીએ રહેતા પરિવારના રાકેશ વસુનિયા નામના મજુંરના દોઢ વર્ષના બાળકે રમતા રમતા દવા પી લીધી હતી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાતે લઈ ગયા હતા…
