પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે
વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ થેલા લઈને ઊભેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ રે કઝીનના થયેલા લઇને એક નો શખ્સ ઉભો હતો, જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૧ બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે ૪૧૧૫ નો દારૂનો જથ્થો તેમજ બે હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને ૧૫૦૦ રોકડા આમ કુલ મળીને ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં પોલીસે દારૂના જથ્થા સાથે મહિપાલસિંહ તેજસિંગ ઝાલા (ઉંમર ૨૦) રહે. ઉદેપુરવાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કમલેશભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.