વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામે રહેતા વૃદ્ધ ડેરીમાં દૂધ ભરીને પરત આવતા હતા ત્યારે મહિકા ગામના શખ્સે રસ્તામાં વૃદ્ધને આંતરી જમીન વેચાણના પૈસાની ઉઘરાણી કરી હોકી તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા હુસેનભાઈ જલાલભાઈ ખોરજીયા ઉ.73નામના વૃદ્ધે આરોપી નજરૂદિન ગનીભાઈ બાદી અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ
અરણીટીંબા ગામે આવેલ ડેરીએથી દૂધ ભરી પરત આવતા હતા ત્યારે રસ્તામાં કાળા કલરની ફોર વ્હીલમાં આવેલ બન્ને આરોપીઓએ તેમને રોકી જમીન વેચાણના પૈસા આપવાના છે કે નહીં તેમ કહેતા ફરિયાદી હુસેનભાઈએ પૈસા આપવાની ના પાડતા બન્ને આરોપીએ હોકી અને પાઇપ વડે માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે…