વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના રોડની સાઇડમા તેનુ બાઈક રાખી ઉભેલ એક શખ્સને ટ્રકે હડફેટે લેતા મરણ નીપજેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણના મુસ્તાક અબુજીભાઈ કડીવારે ફરીયાદ કરેલ છે કે પોતે મેટોડા જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે, એમનાથી નાનો ભાઈ તૈયબઅલી છે. ગઈ તા.૨૮/૧૧/૨૦૨૪ પોતે નોકરીએ હતા ત્યારે બપોરના કુટુંબી કાકાના સલીમભાઈ અબ્દુલરહીમભાઈ કડીવારે ફોનથી જણાવેલ કે તારા પપ્પાનુ એકસીડેન્ટ થયેલ છે જેથી હું વાલાસણ આવેલો અને ઘરે બધા કુટુંબીઓ ભેગા થઈ ગયેલા હતા બાદ મારા પત્નિ શરીફાએ વાત કરેલ કે પપ્પાનુ એકસીડેન્ટ થયેલ છે અને વધારે ઇજા થતા મરણ ગયેલ છે અને હાલ પી.એમ. કરાવવા માટે વાંકાનેર સરકારી દવાખાને લઈ ગયેલા છે….
રાત્રીના અમારા પાડોશી નીજામુદ્દીનભાઈ હશનભાઈ કડીવારે કહેલ કે સવારના આશરે અગ્યારેક વાગ્યે તારા પીતાજી ઇન્ડીયન કોટન મીલથી આગળ આશરે ૧૦૦ મીટર દુર વાલાસણ બાજુ રોડની સાઇડમાં તેનુ બાઈક રાખી ઉભેલ હતા ત્યા નીકળેલ ટ્રકે હડફેટે લેતા અબુજીભાઈ રોડ ઉપર પડી ગયેલ અને તેને કપાળના ભાગે તથા શરીરે ઇજા થયેલ હતી. આથી વાલાસણના ઇસ્માઇલભાઇ માહમદભાઈ કડીવાર ત્યાથી નીકળતા તે પણ ઉભા રહેલા અને અબુજીભાઇને સારવાર માટે વાંકાનેર પાસલીયા હોસ્પીટલમા લઈ ગયેલા હતા. બાદ
ગામના ઇરફાનભાઇ માહમદહુશેનભાઇ સીપાઇએ ફિરોજભાઈ ઇસ્માઇલભાઇ સીપાઇને ફોન કરી એકસીડેન્ટ કરી ગયેલ ટ્રક વાલાસણ ગામ તરફ જતો હોય તેને ઉભો રાખવાનુ કહેલ હતુ જેથી ફિરોજભાઇએ વાલાસણ ગામના ચોક પાસે ટ્રક વાળાને ઉભો રાખેલ હતો અને ટ્રકના રજી. નંબર GJ-10-TY-8777 ના હોવાનુ જણાવેલ હતુ અને મારા મામા હુશેનભાઈ હાજીભાઈ રહે.વઘાસીયાવાળાએ મને જણાવેલ હતુ કે મારા પિતાજીને વાંકાનેર પાસલીયા સાહેબની હોસ્પીટલમા સારવારમાં લાવેલા હતા અને ત્યા પ્રાથમીક સારવાર આપી રાજકોટ લઇ જતી વખતે સિંધાવદર- કણકોટ વચ્ચે અવસાન થયેલ હતું…
