ઢુવા માટેલ રોડ પરથી ધરપકડ
વાંકાનેર: વીશીપરા ગોદામ રોડની સામે રહેતા એક શખ્સ પાસેથી ઢુવા માટેલ રોડ પર સનહાર્ટ કારખાના જવાના રસ્તેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૮ મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરી છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર વીશીપરા ગોદામ રોડની સામે રહેતા નિલેશભાઈ પ્રદીપભાઈ ભટ્ટ (ઉ.35) વાળા પાસેથી ઢુવા માટેલ રોડ પર સનહાર્ટ કારખાના જવાના રસ્તે ખંભે થેલો ટીંગાડી જતો હતો ત્યારે પોલીસ ખાતાએ ચેક કરતા ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૮ કી.રૂ. ૧૦,૦૦૦/-ની પોતાના કબ્જામાં રાખી મળી આવી ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલ૬૫(એ), ૧૧૬(બી)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે…
