કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલનું સારવારમાં મોત

1 વર્ષ પહેલા જ મૃતકના લગ્ન થયા હતા

વાંકાનેર તાલુકાના મહીકા પાસે અકસ્માતમાં ઘવાયેલ જસદણના યુવકનું સારવારમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું છે. 25 વર્ષીય વિપુલ રાઠોડ આઈસર લઈને જતો હતો ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો હતો. તેણે રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.

આ અંગે પોલીસ અને પરિવારજનો તરફથી મળેલી વિગત અનુસાર, વિપુલ સરવણભાઈ રાઠોડ (ઉં.વ.25, રહે. જસદણ, કમળાપુર રોડ, તાલુકા સેવા સદન પાસે) આઈસર ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન કરતો. તા. 10/4ના રોજ તે આઈસર લઈ વાંકાનેર – ચોટીલા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે બપોરે 2 વાગ્યાં આસપાસ વાંકાનેર તાલુકાના મહીકા ગામ પાસે પુર ઝડપે આવતા ટ્રક સાથે આઈસરનો અકસ્માત થયો હતો.

જેમાં વિપુલને બંને પગે તથા માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેને પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. અત્રે 4 દિવસ લાંબી સારવાર બાદ તા. 14/4ના રોજ સાંજે 7.15 વાગ્યાં આસપાસ ફરજ પરના ડોકટર દિવ્યાંગ ચાવડાએ જોઈ તપાસી વિપુલને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.

પરિવારજનોએ જણાવ્યું કે, વિપુલ 3 ભાઈ અને 1 બહેનમાં નાનો હતો. તેના લગ્ન હજુ 1 વર્ષ પહેલા જ થયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!